Ambalal Patel

સંક્ષિપ્ત રામાયણ 288 Pages {FREE DELIVERY)

0 Ratings
BOOK DETAILS

Add to BookShelf

Overview

Shrimad goswami tulsidasji krut shriramcharit manas par aadharit

ભાઈઓ અને બહેનો આપ સૌની સમક્ષ આ સંક્ષિપ્ત રામાયણ રજૂ કરતાં અત્યંત આનંદનો અનુભવ કરૂ છુ. સર્વ પ્રથમ સંક્ષિપ્ત શિવ મહાપુરાણ ત્યારપછી સંક્ષિપ્ત શ્રીમદ્ દેવી ભાગવત અને હવે આ સંક્ષિપ્ત રામાયણ તુલસીદાસ રચિત રામાયણનો આધાર લઈને સંપાદન કરેલ છે જેમ અગાઉના મારા તમામ સંપાદિત કરેલ ધાર્મિક સહિત્યને આપ સૌએ હર્ષથી સ્વીકાર્યો છે તેમ આ સંક્ષિપ્ત રામાયણને પણ આપ સૌ સ્વીકાર કરશો જ એવો હવે તો મને આપના તરફ સંપૂર્ણ વિશ્વાસ છે અને એ મારા વિશ્વાસને આપે નકાર્યો નથી બસ એજ મારા માટે આપના તરફથી મળેલ પ્રોત્સાહન અમુલ્ય છે ભગવન શ્રીરામજીના આ પવિત્ર ચરિત્ર લીંલાના પ્રસંગોનું વર્ણન અને તેમની નેટ-ટેક એ મૃત્યુલોકના માનવીઓ માટેની અમુલ્ય પ્રેરણા છે એતો હવે સૌ કોઈ જાણે છે ભાઈ- ભાઈ વચ્ચેનો પ્રેમ, સ્વામી સેવક વચ્ચેનો પ્રેમ, પતી- પત્ની વચ્ચેનો પ્રેમ રાજા પ્રજા વચ્ચેનો પ્રેમ-ધર્મ-માતા-પિતાની સેવા, આજ્ઞા પાલન તથા સ્નેહભાવ આ સર્વેનો આપણા સૌને પોતાના અવતાર કાર્યમાં ભગવાન શ્રીરામ ચરિતાર્થ કરી સમજાવ્યો છે તુલસીદાસજીએ એ સંપુર્ણ રામ અવતાર કાર્ય લીલાનું અદ્ભૂત રીતે પાકૃત ભાષામાં વર્ણન કરી આપણા ઉપર અસિમ ઉપકાર કર્યો છે એવા એ મહાન રામ ભક્ત તુલસીદાસજીને શત..શત..પ્રણામ સાથે આ રામાયણ ગ્રંથનું સંક્ષિપ્ત કરણ કરવાનુ કાર્ય મારા ઉપર વિશ્વાસ કરી મને સોંપવા બદલ મારા સ્નેહિમિત્ર એવા ભાઈશ્રી કિશોરભાઈ યોગેશ પ્રકાશનવાળા તથા તેમના સુપુત્રોનો હું આભારી છુ અને તેઓએ મારા ઉપર મુકેલા વિશ્વાસમાં હું ભગવાન રામજીની કૃપાથી ઉણો નહિ ઉતરુ તેવો મને પુર્ણ ભરોશો છે આ સંક્ષિપ્ત રામાયણ તથા અગાઉના મારા સંપાદનોને સુયોગ્ય રીતે શુધ્ધિકરણ કરી તથા ગ્રાફિક (કંપોઝ) કરી પ્રિન્ટ કરનારા ભાઈઓનો પણ હું અત્રે આભાર માનુ છુ.

Customer Reviews

SHARE THIS BOOK