Overview
મહાભારતના રચિયતા મહર્ષિ વેદવ્યાસ એક અલૌકિક શક્તિ- સંપન્ન મહાપુરુષ હતા. તેમણે એક વેદમાંથી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ તેમ ચાર વિભાગ કર્યા. આ ઉપરાંત ‘મહાભારત’ મહર્ષિ વેદવ્યાસનો રચેલો પાંચમો વેદ કહેવાય છે. આ મહાભારતની રચના ત્રણ તબક્કામાં થઈ છે. પહેલા તબક્કામાં મહર્ષિ વેદવ્યાસે માત્ર કૌરવ-પાંડવો વચ્ચેના સંઘર્ષનું આલેખન કરતું ૮૮૦૦ શ્લોકો ધરાવતું મૂળ કાવ્ય ‘જય’ લખ્યું. વ્યાસજીના શિષ્ય વૈશંપાયને જનમેજયને કુરુવંશની વંશાવળી, ઉપરાંત ધર્મકથાઓ સંભ ળાવી ૨૪૦૦ શ્લોકોનું ‘ભારત’ કાવ્ય લખ્યું. પછી ત્રીજા તબક્કામાં સૂતપુરાણીએ શૌનકાદિક મુનિઓને કથા કહેતાં તૈયાર થયેલ સંહિતામાં આખ્યાનો-ઉપાખ્યાનો ઉમેરતાં ૧ લાખ શ્લોકો અને ૧૮ પર્વ સહિતના ‘મહાભારત’ની રચના થવા પામી છે. ઋષિના મુનિના સભામ તેમને ય તેમની શ્રેષ્ઠ, અને ‘મહાભારત’ના વિવિધ પર્વોમાં કૌરવ-પાંડવોના જન્મથી લઈને મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, તેમાં પાંડવોએ કૌરવોને હરાવી પરીક્ષિતને રાજ્ય સોંપી મહાપ્રસ્થાન કર્યું, ત્યાં સુધીની બૃહત્ કથા સાથે અન્ય કથાઓ પણ છે. તેમાં સર્વ શાસ્ત્રોનો સમાવેશ થાય છે. શૃંગારથી વૈરાગ્ય સુધીના રસોનું મિલન થાય છે. જીવન-સંસારનું કોઈ ક્ષેત્ર છણાવટ વગરથી બાકી રહેલ નથી. તેથી આ ગ્રંથ સંપૂર્ણ છે. તેથી દરેકે મહાભારત અવશ્ય વાંચવું જોઈએ. બ્રહ્મોપ માટે સ પિતા પ્રભુન રચિત વેરથી વેર શમતું નથી, તેમજ કુટુંબક્લેશ સર્વનાશનું મૂળ છે’ એવા સૂર મહાભારતમાં દેખાઈ આવે છે. સાથે તેમાં આવતાં પાત્રો શ્રીકૃષ્ણની રાજનીતિ, ભીષ્મ પિતામહની પિતૃભક્તિ, વિદુરજીની નીતિપરાયણતા, યુધિષ્ઠિરની સત્યનિષ્ઠા, દ્રૌપદીનું પતિવ્રતાપણું, ગાંધારીનો ત્યાગ, ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ, દુર્યોધનનો ઈર્ષા-જીદ્દી સ્વભાવ, અર્જુન-ભીમની શૂરવીરતા જાણે જીવંત થઈને તમને માર્ગદર્શન આપતાં લાગશે. હતો. રચન સત્ય આ પુસ્તકમાં પાંડવો-કૌરવોની કથાનું સંક્ષિપ્તમાં બધાં જ પાસાં સાથેનું વર્ણન કરવામાં આવ્યું, છતાં પુસ્તકનું કદ નાનું રાખ્યું છે, કેમ કે તેની કિંમત ઓછી રાખી શકાય. જ્યારે પણ આ પુસ્તક તમે વાંચવા બેસો ત્યારે સરળ પ્રવાહી ભાષાશૈલી, મોહક-છટાદાર સંવાદો, આકર્ષક ચિત્રો તમારું મન હરી લેશે, તેમને થશે કે એક જ તબક્કે આ પુસ્તક પૂરું કરું.

Dipti Varan