Overview
મહર્ષિ વેદ વ્યાસે ચાર વેદોને સમજવા સરળ પડે તે હેતુથી અઢાર મહાપુરાણોની રચના કરી. આમાં શ્રીમદ્ દેવી ભાગવત મહાપુરાણનો સમાવેશ થઈ જાય છે. દેવી ભાગવતમાં ૧૨ સ્કંધો સાથે અઢાર હજાર શ્લોકોનો સમાવેશ થયેલ છે.
શ્રીમદ્ દેવી ભાગવતમાં દેવી ભાગવતનો મહિમા, મધુ – કૈટભનો વધ, વ્યાસજીનો જન્મ, પાંડવ-કૌરવોનો ઇતિહાસ, જગદમ્બિકાની સુદર્શન પર કૃપા, નર-નારાયણની કથા, ભગવતીનો મહિમા, મહિષાસુર આદિનો વધ, શુંભ-નિશુંભ-રક્તબીજ- ચંડ- મુંડ આદિનો નાશ, મહાસિદ્ધ પીઠી, દેવી ઉપાસના, રાધાજીનું પ્રાગટ્ય, તુલસી શંખચૂડની કથા, ભુવનેશ્વરી – મહાલક્ષ્મી – – – મહાકાળી – ભ્રામરીદેવી – દુર્ગામાતા – ગાયત્રીમાતા આદિની કથાઓ – પૂજન – આરાધના આદિ લેવામાં આવેલ છે. આમ શુભ પરિણામલી શાનપ્રદ આખ્યાનો સંગ્રહાયેલ છે. અગિયારમા-બારમા સ્કંધોમાં સંપૂર્ણ રીતે ગાયત્રીમાતાનો મહિમા, પૂજનવિધિ, વ્રતો, ગાયત્રી મંત્ર, ગાયત્રી કવચ, ગાયત્રી સહસ્રનામ, દીક્ષાવિવિધ તેમજ ગાયત્રી ભક્ત ગૌતમજીની કથા લીધી છે. આમ પરાશક્તિ ભગવતીનું સ્વરૂપ – તત્ત્વ – મહિમાથી આખું દેવી ભાગવત કંડારાયેલ છે.
૧૮૦૦૦ શ્લોકોવાળું દેવી ભાગવત અમે સંક્ષિપ્તમાં બધી વિગત ટૂંકમાં સમાય જાય તેમ તૈયાર કર્યું છે. આ સરળ પ્રવાહી શૈલી, મહત્વપૂર્ણ સંવાદો અને આકર્ષક ચિત્રો સાથે પુસ્તકને મોહક બનાવવા પૂરતી કોશિશ અને પ્રયત્ન કરેલ છે. અમને આશા છે કે અમારાં અગાઉ પ્રગટ થયેલ શિવપુરા, શ્રીમદ્ ભાગવત, ચંડીપાઠ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભગવદ્ ગીતાની જેમ આ પુસ્તકને પણ સારો આવકાર સાંપડશે તેવી અમને પૂરેપૂરી શ્રદ્ધા અને આશા છે. ૪ – સંક્ષિપ્ત દેવી ભાગવત

Shree Varsha Suravala