Overview
ભાગવત માહત્મ્ય :
નૈમિષારણ્ય નામના શ્રીવિષ્ણુક્ષેત્રમાં શૌનકાદિ ઋષિઓ સ્વર્ગલોકને મેળવવા એક હજાર વર્ષો સુધી ચાલે તેવો મોટો યજ્ઞ કરી રહ્યા હતા. એક દિવસ ત્યાં સૂત પુરાણીજી આવી ચડતાં તેમને આવકાર આપી મુનિઓએ ક્યું : વેદવ્યાસજી તથા તમે જે જ્ઞાન પુરાણો અને ધર્મશાસ્ત્ર વિશે જાણો છો, તે જ્ઞાન અમને સમજાવો. જીવોનું પરમ કલ્યાણ કરનારું સાધન કયું ? વસુદેવના અવતારનું વર્ણન, ભગવાનની લીલા, યશની કથા, શ્રીહરિની પવિત્ર અવતાર કથાઓ તથા ભગવાન શ્રીકૃષ્ણે કરેલાં પરાક્રમો અમને વિસ્તારથી જણાવો. સૂત પુરાણીએ કહ્યું : કલિયુગના જીવોને કાળરૂપી સર્પના મુખમાંથી છોડાવવા માટે શ્રીશુકદેવજીએ ‘શ્રીમદ્ ભાગવત’ શાસ્ત્ર કહ્યું છે. જેનો લાભ પૂર્વજન્મનું પુણ્ય હોય તો જ મળે છે. આથી હું તમને શ્રીમદ્ ભાગવતની કથા કહી સંભળાવું છે. આમ કહી सूत પુરાણીએ શ્રીમદ્ ભાગવત કથા શૌનકાદિ મુનિઓ સમક્ષ કહેવાની શરૂઆત કરી

Ambalal Patel